મોરબીમાં રઝવી ટ્રસ્ટ દ્વારા રાહતદરે અનાજ કિટ વિતરણ કરાશે

- text


મોરબી : મોરબી શહેરમાં આયાતઅર્ષ એન્ટર પ્રાઇઝ અને રઝવી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રાજકોટ બાદ મોરબી શહેરના લાભાર્થીઓને રાહતદરે અનાજ કિટના પ્રોજેક્ટમાં લોકડાઉન પહેલા એક હજાર કુટુંબોનુ રજીસ્ટ્રેશન હાથ ધરાયુ હતુ. જેમા મોરબી શહેરના અલગ-અલગ વિસ્તારના લોકોએ કંપની અને ટ્રસ્ટના નિયમ અનુસાર ફી ભરીને લાભ લેવા ઉત્કૃષ્ટતા બતાવી હતી. 90 દિવસ બાદ લાભાર્થીઓને મળતો લાભ આપવા મોરબી શહેરમાં તા. 15/6/2020 થી હાલની કોરોના વાયરસની તકેદારીના ભાગરુપે દરરોજના પચાસ લાભાર્થીઓને ફોન કોલ કરી ચા, ખાંડ તેલ, ખીચડી, ભાત, ચણાદાળ, તુવેરદાળ જેવી આઠ વસ્તુઓની તૈયાર કિટ વિતરણ કરવામાં આવનાર છે.

- text

જે લાભાર્થીઓને લાભ આપવાનો છે, તે લાભાર્થીઓએ ફોન કોલ આવ્યા બાદ સમય અને તારીખ આપવામાં આવે ત્યારે કિટ લેવા જવા અનુરોધ કરાયો છે. સરકારના નિયમ અનુસાર હાલની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી લાભાર્થીઓએ ફરજિયાત માસ્ક, સામાજિક અંતર બનાવીને ખરીદી કરવાની રહેશે તેવુ રઝવી ટ્રસ્ટના ચેરમેન આશીફ શેખની યાદીમાં જણાવવામાં આવ્યુ હતુ.

- text