- text
વાંકાનેર : હાલમાં કોરોના વાયરસના પગલે રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન-5ના તબક્કામાં રાત્રીના 9થી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ત્યારે વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામ પાસે મોડી રાત્રે એક યુવક બાઈક લઈને ફરતો હોવાથી તાલુકા પોલીસે તેની અટકાયત કરેલ છે.
- text
મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના શરોડી ગામના વતની અને હાલ સમઢીયાળામાં ફટકડીધાર ખાતે રહી મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા 25 વર્ષીય ભીખાભાઇ જગુભાઇ સાડમીયા ગઈકાલે તા. 1 જૂનના રોજ રાત્રે 12 વાગ્યા આસપાસ પ્રતિબંધ હોવા છતાં મોટર સાઇકલ સાથે બીનજરૂરી અવરજવર કરી રહ્યા હતા. તેથી, તાલુકા પોલીસે તેઓને સમઢીયાળા ગામના ઝાપા પાસેથી પકડી પડ્યા હતા. પોલીસે આરોપી વિરુદ્ધ મોરબીના જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી તેની અટકાયત કરી હતી.
- text