ખેડૂતોને સિંચાઈ માટે માળીયા-ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં તાત્કાલીક પાણી આપવા માંગ

- text


માળીયા (મી.) : ગુજરાત કિશાન સંગઠનના માળીયા તાલુકાના પ્રમુખ તથા ગુજરાત સરપંચ પરિષદના મોરબી જિલ્લાના પ્રમુખ દ્વારા માળીયા-ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં ખેડૂતોને સિંચાઈ માટે તાત્કાલીક પાણી આપવા બાબતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.

- text

આ લેખિત રજુઆતમાં જણાવ્યા મુજબ માળીયા-ધાંગધ્રા કેનાલમાં કમાંડ એરિયામાં આવતા ગામડાઓને હાલ કપાસના વાવેતરની સીઝન કરવાની હોય માટે હાલના સમયે નર્મદા બ્રાંચ કેનાલમાં પાણી તાત્કાલીક છોડવામાં આવે તો કપાસનું વાવેતર સમયસર કરી શકાય અને ખેડૂતોને અને પશુપાલકોને પશુ માટે ચારાનું વાવેતર પણ થઈ શકે. જેથી, ખેડૂતોને પાકમાં ખૂબ સારો ફાયદો થઈ શકે. તે માટે પાણી તાત્કાલીક છોડવા માટે ખેડૂતો વતી અપીલ કરવામાં આવી છે.

- text