મોરબી : 108ના સ્ટાફે મહિલાને રસ્તામાં જ પ્રસુતિ કરાવી

- text


મોરબી : મોરબીની 108 એમ્બ્યુલન્સમાં મહિલાને પ્રસવ પીડા ઉપડતા હોસ્પિટલ લઇ જતી વખતે રસ્તામાં પ્રસુતિ કરાવી પડે તેવી સ્થિતિ ઉભી થતા 108ના સ્ટાફે પ્રસુતિ કરાવી ઉમદા કામગીરી કરી હતી.

- text

રાત્રીના સમયે વનિતાબેન જીતેશભાઈ (રહે. ભીમકટા, ગામ તા: જોડીયા)ને પ્રસુતાનો દુ:ખાવો ઉપડતા 108 સેવાને કોલ કરતાં આમરણ લોકેશનના ઈએમટી નિતેશભાઈ ભીમાણી અને પાઈલોટ ભાવેશભાઈ રાત્રીના ૩:૦૦ કલાકે પહોંચી હતી. અને પ્રસુતાને મોરબી લઈને આવતી વખતે અસહ્ય દુ:ખાવો ઉપડતા રસ્તામાં જ પ્રસુતિ કરાવી હતી. તેમજ માતા અને બાળકને મોરબી સિવીલ હોસ્પિટલ પહોચાડેલ છે. હાલ માતા અને બાળકની હાલત સારી હોવાનું જાણવા મળેલ છે.

- text