હળવદમાં VHP, બજરંગદળ દ્વારા કોરોના વોરિયર્સને પી.પી.ઇ કીટ અર્પણ કરાઈ

- text


વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મીઓ, પોલીસ, નગરપાલિકા કર્મચારીઓ અને પત્રકારોના રક્ષણ માટે આ કીટ અર્પણ કરાઈ

હળવદ : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની ભગીની સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ દ્વારા કોરોના મહામારી વચ્ચે પોતાના જીવને જોખમમાં મૂકીને કોરોના સામે કોરોના વોરિયર્સ જંગ લડી રહ્યા છે ત્યારે તેઓ કોરોના સામે રક્ષણ મેળવી શકે તેવા શુભ આષયથી પી.પી.ઇ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

જેમાં હળવદ સિવિલ હોસ્પિટલના અધિકારી અને કર્મચારીઓ, તાલુકા હેલ્થ વિભાગના અધિકારી અને કર્મચારીઓ, પોલીસ વિભાગ – નગરપાલિકાના કર્મચારી અને તમામ પત્રકાર મિત્રો માટે ઇમરજન્સી સમયે સ્વરક્ષણ મળે તે માટે વિહિપ અને બજરંગદળ હળવદ દ્વારા પી.પી.ઇ કીટ અર્પણ કરી તમામ કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં પૂજ્ય સાધુ સંતો સર્વે સંતપુરી બાપુ (કંસારી હનુમાનજી), દીપકદાસજી બાપુ (લક્ષ્મીનારાયણ મંદિર), પ્રભુચરણદાસ બાપુ, રાષ્ટ્રીય સ્વયં સંઘના જિલ્લા સંઘ ચાલક ડૉ. સી.ટી.પટેલ, મામલતદાર વી.કે.સોલંકી, પી.એસ.આઈ પી.જી.પનારા, મેડિકલ ઓફિસર ડૉ. અશ્વિન આદ્રોજા, ડૉ. મિલનભાઈ માલમપરા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સરકારની સર્વે ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું અને સેવા સુરક્ષા અને સંસ્કાર સૂત્રને હળવદ બજરંગદળના કાર્યકરોએ ચરિતાર્થ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા બજરંગદળના સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક ભાવેશભાઈ ઠક્કર સહિત સર્વે કાર્યોકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text