મોરબી : ભાજપ અગ્રણીઓ દ્વારા ‘આત્મનિર્ભર ભારત’ પેકેજનો આવકાર

- text


વડાપ્રધાનની 20 લાખ કરોડ રૂપિયાનાં આત્મનિર્ભર આર્થિક પેકેજની જાહેરાતને આવકારી અભિનંદન પાઠવતા રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા

મોરબી : કોરોના વાયરસની મહામારીથી થયેલા આર્થિક નુકસાનને પહોંચી વળવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 20 લાખ કરોડ રૂપિયાનાં રાહત પેકેજની જાહેરાત કરી હતી. આ જાહેરાતને રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારીયાએ આવકારતા કહ્યું છે કે, આ આર્થિક રાહત પેકેજમાં દરેક વર્ગનો ભાગ અને લાભ છે. ‘આત્મનિર્ભર ભારત’ પેકેજનું ફોક્સ લેન્ડ, લિક્વિડિટી, લેબર અને લૉ પર હશે. લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે આ રાહત પેકેજથી દેશની તસવીર બદલાઈ જશે. કોરોના સંકટથી બહાર આવવામાં આનાથી દરેકને મદદ મળશે. આ આર્થિક પેકેજ આપણા કુટીર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ. એમએસએમઈની સાથે જ આપણા શ્રમીક ભાઈઓ-બહેનો તેમજ ખેડૂતો માટે પણ છે. કટોકટીનાં સમયે આટલા મોટા પ્રમાણની આર્થિક સહાય કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અભિનંદન પાત્ર છે.

- text

મોહનભાઈ કુંડારીયાએ અંતમાં જણાવ્યું હતું કે, 20 લાખ કરોડનું આ પેકેજ 2020 માં દેશની વિકાસ યાત્રાને નવી ગતિ આપશે. સ્વનિર્ભર ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે આ પેકેજમાં ખેડૂતો, શ્રમિકો, મધ્યમ ઉદ્યોગ બધા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ પેકેજ વિકાસને પ્રોત્સાહન આપવા અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે આપવામાં આવ્યું છે. ગઈ કાલે 13-05-2020 બુધવારે સાંજે 4 વાગ્યે તે પેકેજની જાહેરાત કરી હતી. હવે રૂ. 20 લાખ કરોડના આર્થિક પેકેજમાંથી રૂ. 6.6 લાખ કરોડની જેટલી જાહેરાત થઇ ચુકી છે. આ હિસાબે હવે નાણામંત્રી આજથી તબક્કાવાર બાકી રહેતા રૂ. 13.4 લાખ કરોડની જાહેરાત કરશે એવું મોહનભાઈ કુંડારીયાએ અંતમા જણાવ્યું હતું.

- text