મોરબી જિલ્લામાં લોકડાઉનમાં મળેલી છૂટછાટનો દુરુપયોગ કરતા 12 દંડાયા

- text


મોરબી : લોકડાઉન 03ના અંતિમ દિવસોમાં લોકડાઉનમાં મળેલી રાહતનો ગેરલાભ લઈ નિયમનો ઉલાળિયો કરતા કુલ 12 શખ્શો સામે પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

- text

મોરબી જિલ્લામાં કુલ 5 બનાવમાં લોકડાઉનમાં મળેલી રાહતનો ગેરલાભ ઉઠાવી પાળવા પડતા નિયમનો ભંગ કરતા કુલ 12 શખ્સો સામે પોલીસે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મોરબી સીટી એ.ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 સામે કલમ 269, 188, 114 મુજબ ગુન્હો દાખલ કરાયો હતો જયારે મોરબી સીટી બી ડીવી વિસ્તારમાં એક શખ્સને 200 માવા સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. મોરબી તાલુકામાં સોખડા ગામની સીમમાં પાવળીયારી માતાજીના મંદિર પાસે એકઠા થયેલા 7 સામે ગુન્હો નોંધાયો હતો. ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક શખ્સને પાન-ફાકીની દુકાન ખોલતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જયારે વાંકાનેર તાલુકામાં પણ એક વ્યક્તિ સામે કલમ 188 મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

- text