લુંટાવદરમાંથી 400 નંગ માવા સાથે એક શખ્સની અટકાયત

- text


મોરબી : ગઈકાલે તા. 12ના રોજ મોરબી તાલુકા પોલીસ દ્વારા લુંટાવદર ગામના પાટીયા પાસે જાહેરમા માવાનું વેચાણ કરતા મેરૂભાઇ બધાભાઇ કરોતરા (ઉ.વ. 27, ધંધો ચાની દુકાન, રહે. લુંટાવદર ગામ, કૈલાશનગર, તા.જી.મોરબી)ને પકડી પાડવામાં આવ્યા હતા. આ બનાવમાં આરોપી પાસેથી 400 નંગ માવા (કી.રૂ. 4000)નો મુદામાલ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા મોરબીના જાહેરનામાનો ભંગ કરવા બદલ આરોપીની અટકાયત કરવામાં આવેલ છે.

- text