હરબટીયાળીમાં હોમ ક્વોરોન્ટાઇન યુવક ઘરે હાજર નહિ મળતા ગુનો દાખલ

- text


ટંકારા : કોરોના વાયરસનું સંક્રમણ ના ફેલાય તેની તકેદારીના ભાગરૂપે અન્ય જિલ્લા, રાજ્ય કે વિદેશમાંથી આવતા લોકોને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવે છે. કોરોના ગાઇડલાઇન મુજબ હોમ ક્વોરોન્ટાઇનનો પિરિયડ 14 દિવસનો છે. હોમ ક્વોરોન્ટાઇન વ્યક્તિ ઘરની બહાર નીકળે તો નિયમનો ભંગ થાય છે. અને તેમની સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવે છે.

- text

ત્યારે ટંકારા તાલુકાના હરબટીયાળી ગામમાં નવા પ્લોટ વિસ્તાર રહેતા મહેશભાઇ પ્રેમજીભાઇ ડાકા (ઉ.વ. ૪૦, ધંધો પ્રા. નોકરી)ને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવેલ છે. છતાં ગઈકાલે તા. 11ના રોજ ખાતે પોતાના ઘરે હાજર ન હતા. જેથી, ટંકારા પોલીસ દ્વારા મહેશભાઈની સામે મોરબીના જાહેરનામાનો ભંગ કરી તથા કોરોના વાયરસનું સંક્રમણ વધે તેવુ બેદરકારીભર્યુ ક્રુત્ય કરવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

- text