ટંકારા : 13 વર્ષના તરુણે 11મુ રોજુ પૂર્ણ કરી ખુદાની બંદગી કરી

- text


ટંકારા : વિશ્વભરમાં હાહાકાર મચાવી દેનાર કોરોના વાયરસને ફેલાતો અટકાવવા સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવેલ છે. લોકોના આરોગ્યને ધ્યાને રાખી સાવચેતીના ભાગરૂપે ધાર્મિક સ્થળો પણ પર પ્રતિબંધ હોય ત્યારે સમગ્ર દેશમાં હિંદુ-મુસ્લિમ પૂજાપાઠ-નમાઝ ઘરમાં જ કરી રહ્યા છે. હાલમાં મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. જે અંતર્ગત સમગ્ર મુસ્લિમ સમાજના લોકો નમાજ ઘરબેઠા પઢે છે અને ખુદાની બંદગી કરે છે.

- text

આ પવિત્ર માસ દરમિયાન ટંકારામાં રહેતા બાળક સોહાન હાજીભાઇ માડકીયા (ઘાંચી) એ પવિત્ર રમજાન માસના પ્રથમ રોજાથી રોજો રહેવાનું શરૂ કરીને અગિયાર રોજા થયા છે અને તેઓ આખા મહિનાના રોજા કરી ખુદાની બંદગી કરશે. બાળકને પ્રોત્સાહિત કરવાના રુપે પરીવાર દ્વારા સોહાનને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કોમી એકતાના પ્રતીક હિન્દુ-મુસ્લિમ સમાજની એકતા, ભાઈચારો કાયમ રહે અને કોરોના વાયરસ જેવા ચેપી રોગથી સૌ સુરક્ષિત રહે તેવી 13 વર્ષની ઉંમરમાં રોજા રાખનાર સોહાને ખુદાને દુઆ કરી છે.

- text