મોરબીના વૃદ્ધાશ્રમ અને વિકાસ વિદ્યાલય ગૃહમાં સેનિટાઈઝર મશીન અપર્ણ કરાયું

- text


મોરબી : વૈશ્વિક મહામારી કોરોના દેશ અને દુનિયામાં હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાથી રક્ષણ મેળવવા માટે મોઢે માસ્ક પહેરવું અને સેનિટાઈઝર ફરજિયાત છે. તેથી, મોરબીના વૃદ્ધાશ્રમ અને વિકાસ વિધાલય ગૃહમાં સેનિટાઈઝરની સુવિધા ઉપલબ્ધ કરવા માટે મોરબી જિલ્લા શ્રદ્ધા માજી સૈનિક મહા મંડળ આગળ આવ્યું હતું અને મોરબી જિલ્લા શ્રદ્ધા માજી સૈનિક મહા મંડળ દ્વારા મોરબીના વૃદ્ધાશ્રમ અને વિકાસ વિધાલય ગૃહમાં સેનિટાઈઝર ઓટોમેટિક મશીન અપર્ણ કરવામાં આવ્યું હતું. આ બન્ને સ્થળે સેનિટાઈઝર ઓટોમેટિક મશીન ફિટ કરવામાં આવ્યું છે. જેથી, વૃદ્ધાશ્રમ અને વિકાસ વિધાલય ગૃહમાં આવતા જતા વ્યક્તિઓ આ ઓટોમેટિક મશીનથી સેનિટાઈઝ થાય છે. વૃદ્ધાશ્રમ અને વિકાસ વિધાલય ગૃહમાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે સેનિટાઈઝરની સુવિધા ઉપલબ્ધ થઈ છે. જે બદલ મોરબી જિલ્લા શ્રદ્ધા માજી સૈનિક મહા મંડળનો વૃદ્ધાશ્રમ અને વિકાસ વિધાલય ગૃહના સંચાલકોએ આભાર માન્યો છે.

- text