પીપળીયા ચાર રસ્તે સીસીઆઈનું કપાસ ખરીદ કેન્દ્ર ખોલવા રજુઆત

- text


મોરબી : કોટન કોર્પોરેશન ઇન્ડિયા (CCI) દ્વારા મોરબી જિલ્લાના પીપળીયા ચાર રસ્તે ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાને લઇ કપાસ ખરીદ કેન્દ્ર ખોલવું જોઈએ તેવી રજુઆત ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રજુઆત કરી છે.

ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ભારત સરકારના કૃષિ મંત્રી સમક્ષ માંગણી કરી છે કે સીસીઆઈ દ્વારા મોરબી જિલ્લાના પીપળીયા ચાર રસ્તાના ઝોન માટે ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાને લઇ કપાસ ખરીદી કેન્દ્ર તાત્કાલિક શરૂ કરવું જરૂરી છે. હાલ ટંકારા ખાતે સીસીઆઈનું કેન્દ્ર ખોલવામાં આવ્યું છે પરંતુ માળીયા મી. તાલુકાના ખેડૂતોને એ કેન્દ્ર ખૂબ જ દૂર પડે છે. આથી પરિવહનનો ખર્ચ વધી જાય છે.

- text

પીપળીયા ચાર રસ્તા ઝોન ત્રણ તાલુકાના ત્રિભેટે આવેલો હોય આ સ્થળે જો કપાસ ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવે તો મોરબી, માળીયા. મી. અને આમરણ-જોડિયા તાલુકાના ખેડૂતો રાહત મળે. ચાલુ સીઝનમાં કપાસનું મબલખ ઉત્પાદન થયું હોય ખેડૂતોને કપાસનો પોષણક્ષમ ભાવ મળી રહે તે જોવું પણ જરૂરી બન્યું છે. સામાન્ય રીતે CCI દ્વારા A ગ્રેડ કપાસના 1 કવીંટલના રૂ. 5500 અને B ગ્રેડના રૂ.5300નું ધોરણ અપનાવેલ છે તેમાં ફેરફાર કરીને દરેક ગ્રેડ માટે રૂ 5500નો ભાવ રખાય તેવી માંગણી પણ ધારાસભ્યએ તેઓની રજુઆતમાં કરી છે. નબળો ગ્રેડ ગણીને કપાસને રિજેક્ટ કરવાની તેમજ વેપારીઓના બદલે ખેડૂતોનો માલ ખરીદવાનું વલણ CCI અપનાવે તેવા ધારાધોરણ નક્કી કરવાની પણ રજુઆત કરાઈ છે.

- text