મોરબીમાં બાળ અને સમાજ સુરક્ષા વિભાગે પરિવારથી વિખુટા પડેલા બાળકને આશ્રય આપ્યો

- text


બાળકને સંસ્થામાં રાખીને તેના માતા-પિતાની શોધખોળ હાથ ધરી

મોરબી : લોકડાઉનની પરિસ્થિતિમાં મોરબીમાંથી રાજસ્થાન જઈ રહેલા એક પરિવારનો 10 વર્ષનો બાળક પરિવારથી વિખુટો પડી ગયો હતો. આ બાળક મળી આવતા હાલ મોરબી બાળ સુરક્ષા એકમ અને સમાજ સુરક્ષા વિભાગે તેને પોતાની સંસ્થામાં આશ્રય આપ્યો છે અને તેના માતા-પિતાની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવ અંગે મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ પાસેથી જાણવા મળતી વિગતો મુજબ હાલમાં લોકડાઉન-3 માં પરપ્રાંતિયોને તેમના વતન જવાની છૂટ આપી હોવાથી આ પરપ્રાંતિયો હાલ તેમના વતન જઈ રહ્યા જઈ રહ્યા છે. તે દરમિયાન મોરબીમાંથી રાજસ્થાન જઈ રહેતા એ પરપ્રાંતિય પરિવારનો એક દસ વર્ષનો બાળક વિખૂટો પડી ગયો હતો અને તેનો પરિવાર રાજસ્થાન જતો રહ્યો છે. તેથી, આ બાળક મોરબીમાં જ રહી ગયો છે. આ બાળકને વતનમાં જવા માટે એકપણ ડોક્યુમેન્ટ ન હોય. તેથી, તે મુશ્કેલીમાં મુકાય ગયો છે.આ બાબત પોલીસને ધ્યાને આવતા પોલીસે આ બાળકને આશ્રય આપવા મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમને જાણ કરી હતી.

- text

આથી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનિલાબેન પીપલીયાના માર્ગદર્શન હેઠળ બાળ સુરક્ષા અધિકારી વિપુલભાઈ શેરીસિયા દ્વારા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન રાજુભાઇ બદ્રકિયા સાથે પરામર્શ કરીને આ બાળકને હાલ સુરેન્દ્રનગર બાળ સંભાળ ગૃહમાં પુનઃ સ્થાપન કરવામાં આવ્યો છે અને તેના માતા-પિતાનો સંપર્ક કરવાના પ્રયાસો હાથ ધરાયા છે. આ અંગે ચાઈલ્ડ લાઈન નંબર 1098 તથા જિલ્લા બાળ સુરક્ષા કચેરી 02822 240098 તેમજ વિપુલભાઈ શેરીસિયા 9427512836 ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.

- text