મોરબીમાં પાન-મસાલાની હોલસેલની દુકાનમાંથી રૂ.૮૯,૯૦૦ના માલની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ

- text


દુકાન માલિકે ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસ તપાસ હાથ ધરી

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ પાન-મસાલાની હોલસેલની દુકાનમાંથી રવિવારે રાત્રે પાન માવા અને તમાકુના જથ્થાની ચોરી થયાનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવ અંગે દુકાન માલિકે તેમની દુકાનમાંથી રૂ.૮૯.૯૦૦ ની ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે બી ડિવિઝન પોલીસ તસ્કરોની ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર પાનબીડી હોલસેલની એજન્શીના નામે ધંધો કરતા અને અવધ સોસાયટી ૪, નાની કેનાલ રોડ, જીઆઇડીસી પાછળ, મોરબીમાં રહેતા હરેશભાઇ ગોરધનભાઇ સાણદીયા ઉવ ૪૬ એ કોઇ અજાણ્યો ઇસમ સામે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૩ ના રોજ ફરિયાદીની રામકુષ્ણ સોસાયટી, ગોપાલ સોસાયટીની સામે, મહેન્દ્રનગર મેઇન રોડ, જાલરીયા સેલ્સ એજન્શી નામની દુકાનની પાસે આવેલ ગોડાઉનની ઓરડીના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી તેમા રાખેલ બાગબાન મીની પાઉચ તમાકુ કાર્ટુન નંગ-૧ કિ રૂ ૩૮.૫૦૦ નુ તથા રાજશ્રી પાન મસાલા કાર્ટુન નંગ-૩ કિ રૂ ૩૭.૦૦૦ તથા વિમલ પાન મસાલા એક કટુ પેકેટ નંગ ૫૦ કિ રૂ ૬૨૦૦ તથા ત્રીસ નંબર બીડી પેકેટ નંગ-૪૦ કિ રૂ ૬૮૦૦ બાબુ પાર્સલ ચુનો નાના બાચકા નંગ ૪ કિ રૂ ૧૪૦૦ ની વિગેરે એમ કુલ કિ રૂ ૮૯,૯૦૦ ના મુદામાલની ચોરી કરી કોઇ અજાણ્યા ઇસમ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. બી ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text