મોરબી : ગેસ્ટ હાઉસના સ્ટોર રૂમમાં પાન-માવાનો જથ્થો રાખી વેચાણ કરતા બે ઝડપાયા

- text


માવા , બીડી ,ગુટખા ,સિગારેટ ,તમાકું સહિતનો રૂ.1.10 લાખનો મદામાલ પોલીસે કબ્જે કર્યો

મોરબી : મોરબીમાં લોકડાઉન -3 માં પણ પાન, માવા ,ગુટખા ,બીડી,સિગારેટ, તમાકુંના વેચાણ ઉપર પ્રતિબંધ હોવા છતાં અમુક વેપારીઓ છાનેખૂણે આવી પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરતા હોવાથી પોલીસે પણ તવાઈ જારી રાખી છે. ત્યારે મોરબીમાં આવેલ ગેસ્ટ હાઉસના સ્ટોર રૂમમાં પાન-માવાનું વેચાણ કરતા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.તેમજ માવા , બીડી ,ગુટખા ,સિગારેટ ,તમાકું સહિતનો રૂ.1.10 લાખનો મદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.

- text

મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી રાધિકા ભારાઈની લોકડાઉનમાં પાન, માવાના વેચાણ પર અંકુશ લગાવવાની સુચનાને પગલે મોરબી એ ડિવિઝન પીઆઇ આર. જે.ચૌધરી ,પીએસઆઇ બી.ડી.પરમાર તથા ડી સ્ટાફની ટીમ મોરબી એ ડિવિઝન વિસ્તારમાં લોકડાઉન સંદભે પેટ્રોલીગ કરી રહી હતી. તે દરમિયાન સાથે રહેલા પો.હેડ કોન્સ. શેખાભાઈ મોરીને ખાનગી રાહે બાતમી મળી હતી કે , રાજશી દેવસી નામની દુકાનવાળા સંજયભાઈ હિંમતલાલ લોહાણા તેમજ હિરેનભાઈ ખોડીદાસ પરાબજારમાં આવેલ સૌરાષ્ટ્ર લોજના ગેસ્ટ હાઉસના સ્ટોર રૂમમાં પાન મસાલા ,ગુટખા ,તમાકું ,બીડી વગેરેનો જથ્થો રાખીને વેચાણ કરી રહ્યા છે. આ પ્રકારની બાતમી મળતા એ ડિવિઝન પોલીસે સૌરાષ્ટ્ર લોજમાં ત્રાટકી હતી અને તે સ્થળેથી પાન મસાલા, ગુટખા, તમાકું, બીડી વગેરે પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરતા સંજયભાઈ હિંમતલાલ લોહાણા તેમજ હિરેનભાઈ ખોડીદાસને રૂ.1,10,359 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text