- text
મોરબી : મોરબી જિલ્લામાંથી વતન પરત જવા શ્રમિકોએ જે ફોર્મ ભરવાનું રહે છે. તેમાં મેડિકલ સર્ટિફિકેટની ફરજીયાત જરૂર પડે છે. માટે જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં દરરોજ શ્રમિકોના મેળાવડા જામે છે. અત્યાર સુધીમાં તંત્ર દ્વારા કુલ 73635 મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જેમાં તા. 1ના રોજ 2687, તા.2ના રોજ 15090, તા.3ના રોજ 25515, તા.4ના રોજ 30343 મળી 4 દિવસમાં કુલ 73 હજારથી વધુ શ્રમિકોને મેડિકલ સર્ટિફિકેટ મળ્યા છે.
- text