મોરબી જિલ્લામાં રવિવારે લોકડાઉન ભંગના 6 કેસોમાં 23 અટકાયત

- text


મોરબી : મોરબી જિલ્લામાં સમગ્ર જિલ્લા પોલીસ લોકડાઉનનું કડકપણે અમલ કરાવી રહી છે અને લોકડાઉનનો ભંગ કરનાર ઉપર જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી જારી રાખી છે. જેમાં રવિવારે લોકડાઉનના જાહેરનામા ભંગના 6 કેસોમાં 23 અટકાયત કરવામાં આવી છે.

- text

મોરબી જિલ્લામાં પ્રતિબંધિત દુકાનો ખુલ્લી રાખવામાં મામલે 3 કેસો નોંધવામાં આવ્યા હતા અને આ ત્રણેય દુકાનદારો સામે જાહેરનામા ભંગ હેઠળ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા અને જિલ્લામાં અલગ અલગ સ્થળે જાહેરમાં ટોળું ભેગું થયું હોય તેવા 3 કેસો નોંધી 20 વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. મોરબી જિલ્લામાં બિનજરૂરી કામે અવરજવર કરવા મામલે 106 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. એકંદરે રવિવારે જિલ્લા પોલીસ દ્વારા લોકડાઉનના જાહેરનામા ભંગના 6 કેસોમાં 23 અટકાયત કરવામાં આવી છે.

- text