અમદાવાદ રહેતા 10 લોકો મંજૂરી વગર વાંકાનેરમાં આવતા ગુનો દાખલ

- text


વાંકાનેર : લોકડાઉનના પગલે પરવાનગી વગર જિલ્લા ફેર કરવું ગુનો છે. તેમ છતાં અન્ય જિલ્લાઓમાંથી ગેરકાયદેસર મોરબી જિલ્લામાં પ્રવેશ મેળવીને અહીં રહેવા લાગ્યા હોવાનું તંત્રને ધ્યાને આવતા આ તમામ સામે ગુનો દાખલ કરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ રીતે તંત્રની પરમિશન વિના અમદાવાદમાં રહેતા 10 લોકો વતન વાંકાનેરના તીથવા ગામે આવ્યા હોવાની ફરિયાદ ગઈકાલે નોંધવામાં આવેલ છે.

- text

વાંકાનેરના તીથવા ગામના વતની કાન્તીલાલ છનાભાઇ વાધેલા (ઉ.વ. ૬૫), લીલાબેન કાન્તીલાલ છનાભાઇ વાધેલા (ઉ.વ. ૬૫), મૈાલીકભાઇ કાન્તીભાઇ વાધેલા (ઉ.વ. ૩૦) (રહે. બધા હીરાબાગ ક્રોસીંગની બાજુમા, આંબાવાડી ૪/ ડી, અમદાવાદ) તથા નટવરલાલ છનાભાઇ વાધેલા (ઉ.વ. ૬૨), જશુબેન નટવરલાલ છનાભાઇ વાધેલા (ઉ.વ. ૫૮), કલ્પેશભાઇ નટવરલાલ વાધેલા (ઉ.વ. ૩૧), નીલમબેન કલ્પેશભાઇ નટવરલાલ વાધેલા (ઉ.વ. ૨૬), ફાલ્ગુનભાઇ નટવરલાલ વાધેલા (ઉ.વ. ૩૬) (રહે. બધા ૧૦૪ અષ્ટમંગલ એપાર્ટમેન્ટ, સૈારાષ્ટ્ર સોસાયટીની સામે, ભુદરપુરા રોડ, અમદાવાદ) તેમજ હેતલકુમાર વિનોદકુમાર મોરીઠાકર (ઉ.વ. ૪૦) અને મૂણાલીબેન હેતલકુમાર વિનોદકુમાર મોરીઠાકર (ઉ.વ. ૪૦) (રહે. બધા ૫૮/૫૩૩ ગ્રીન પાર્ક, સોલારોડ, નારણપુરા, અમદાવાદ) અમદાવાદથી આવી તથવામાં પોતાના ઘરે રહેવા લાગ્યા હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું. આથી, ગઈકાલે તા. 3ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા 10 લોકો સામે મોરબીના જાહેરનામાનો ભંગ કરવા તથા કોરોના વાયરસનું સંક્રમણ વધે તેવુ બેદરકારીભર્યુ ક્રુત્ય કરવા ગુનો નોંધાયો છે. તેમજ આરોગ્ય તંત્રએ આ મામલે તકેદારીના પગલાં લીધા છે.

- text