મજૂરોને વતન જવા માટે વાહનની વ્યવસ્થા કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને રજુઆત

- text


મોરબી : ઇન્ટરનેશનલ હ્યૂમન રાઇટ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા તથા માળીયા (મી.) તાલુકા સરપંચ આસોસિયેશનના પ્રમુખ, તરઘરીના સરપંચ ભાવેશ ભીમજીભાઈ સાવરીયા દ્વારા મજૂરોને વતન જવા માટે સરકાર વાહનની વ્યવસ્થા કરે તેવી રજૂઆત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કરવામાં આવેલ છે.

તેઓએ લેખિત રજુઆતમાં જણાવેલ છે કે હાલમાં કોરોનાના કારણે લોકડાઉનમાં અન્ય પ્રાંત તેમજ જિલ્લાના મજૂરો તેમજ અન્ય લોકોને પોતપોતાના વતન જવા માટે કેન્દ્ર સરકાર દ્વારા છૂટ આપવામાં આવેલ છે. આ માટે ગરીબ મજૂરો માટે સહાનુભૂતિપૂર્વક વિચારીને કેન્દ્ર સરકારનો હુકમ અને ત્યારબાદ રાજ્ય સરકારે હુકમ કરેલ છે. નોડલ ઓફિસરની નિમણૂક કરીને વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. પરંતુ તેમાં એક વાત એવી છે કે સૌએ વાહનની વ્યવસ્થા પોતે કરવાની રહેશે અને વાહન સેનેટાઈઝ પણ કરવા ડ્રાઈવર માટે પણ કડક સૂચનાઓ નક્કી કરવામાં આવેલ છે. પરંતુ આ ગરીબ મજૂરો વાહનની વ્યવસ્થા કઈ રીતે કરી શકે? ગરીબ મજૂરોને સરકાર ખાવાનું ના આપે. તેને મજૂરી ના મળે અને જવા પણ ના મળે તેવું આયોજન થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

- text

જેથી, આ ગરીબ મજૂરો માટે વાહનની વ્યવસ્થા સરકાર દ્વારા કરી આપવામાં આવશે તો જ આ મજૂરો પોતપોતાના વતન જઈ શકશે. અને જો હાલમાં જશે તો જ લોકડાઉન ખૂલતાં પાછા આવશે. જો હાલમાં જવા નહીં મળે તો લોકડાઉન ખૂલતાં જશે અને લોકડાઉન ખૂલતાં જો મજૂરો જશે તો ખેતીવાડી, ઉદ્યોગ-ધંધા, બાંધકામ વગેરે માટે મજૂરોની અછત પડશે. કામ ચાલુ નહીં થાય શકે. તો મજૂરો હાલમાં વતન જાય તે જ યોગ્ય વ્યવશ્થા છે. અને સરકાર તાત્કાલિક આદેશો કરી મજૂરોને જવા માટે તંત્ર દ્વારા વાહનની વ્યવસ્થા કરી આપવા અપીલ કરવામાં આવી છે.

- text