વાંકાનેરમાં પાન-તમાકુ વેંચતા 2ની અટકાયત

- text


વાંકાનેર : વાંકાનેરના લક્ષ્મીપરા ચોક તથા ગુલાબનગરમાં પાન-તમાકુનું ચોરીછુપીથી વેચાણ કરતા ઇબ્રાહીમભાઇ અલાવદીભાઇ ખોરજીયા (ઉ.વ. 36, ધંધો રીક્ષા ડ્રાઇવીંગ, રહે રાજાવડાલા) તથા દીલાવરખાન ફકીરમહમદખાન આકુમજાદા (ઉ.વ. 45, ધંધો વેપાર, રહે ગુલાબનગર, રાજાવડલા રોડ)ને કૂલ રૂ. 59,205/- ના મુદ્દામાલ સાથે સીટી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરી તેઓની અટકાયત કરવામાં આવી છે.

- text