ભરતનગર પ્રાથમિક શાળા દ્વારા છાત્રોને ઓનલાઇન શિક્ષણની સુવિધા

- text


મોરબી : લોકડાઉનમાં ભરતનગર પ્રા. શાળા દ્વારા નવતર અભિગમ સ્વરૂપે શાળાનાં બાળકોનું શિક્ષણ ન બગડે તે હેતુથી ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવેલ છે. જે કાર્યક્રમ થકી શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓનાં વ્હોટ્સએપ ગ્રુપ ચાલુ કરેલ છે. જેમાં દૈનિક વિદ્યાર્થીઓને શિક્ષકો જુદી-જુદી બાબતે માર્ગદર્શન પૂરૂ પાડે છે. આ ઉપરાંત, શાળાના વિદ્યાર્થી કાલાવાડિયા કુશએ પોતાની યુ-ટ્યુબ ચેનલ બનાવી છે. જેના પર તે વિજ્ઞાનના વિવિધ પ્રયોગો અપલોડ કરે છે. આમ, આ ચેનલ પરથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

- text