રાજકોટ દાખલ વાંકાનેરની મહિલાનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો

- text


મોરબી જિલ્લાના આજના તમામ પાંચ રિપોર્ટ નેગેટિવ જાહેર : અત્યાર સુધીમાં કુલ 82 લોકોના ટેસ્ટ કરાવાયા

મોરબી : મોમીન શેરીમાં રહેતા ૪૫ વર્ષીય એક મહિલામાં કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેઓને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા ત્યાંથી તબીબી સ્ટાફે તપાસીને રાજકોટ રીફર કરીને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જેનો રિપોર્ટ પણ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે મોરબી જિલ્લાના આજના તમામ પાંચ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

વાંકાનેરની મોમીન શેરીમાં રહેતા ૪૫ વર્ષીય મહિલાને થોડાક કેટલાક દિવસથી તાવ આવતો હતો તેમને આજે શ્વાસ લેવામાં તકલીફ પડતાં વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તપાસતાં તેમાં કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને રાજકોટ રીફર કરીને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજકોટમાં તેમના સેમ્પલ લઈ કોરોના રિપોર્ટ માટે મોકલાયા હતા. તેવામાં આજે જાહેર થયેલા તેમના રિપોર્ટમાં પણ કોરોના નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે. મોરબી સિવિલમાં લેવાયેલા ચાર રિપોર્ટ અને વાંકાનેરની મહિલાના રાજકોટ લેવાયેલા સેમ્પલ સહિત કુલ પાંચ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અને અત્યાર સુધીમાં હજુ મોરબી જિલ્લામાં આજે કોઈ શંકાસ્પદ કેસ નોંધાયો નથી.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લાના અત્યાર સુધીમાં કુલ 82 લોકોના ટેસ્ટ કરાવાયા છે. જેમાંથી ઉમા ટાઉનશીપમાં રહેતા અશોકભાઈ સિઘ્ધપરા સિવાય તમમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અને પોઝિટિવ દર્દી અશોકભાઈ હાલ રાજકોટ સારવારમાં છે. અને તેમની તબિયત પણ સુધારામાં છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text