13 એપ્રિલથી જાણો કઈ રીતે ગોઠવી છે સરકારે રાશન વિતરણ વ્યવસ્થા

- text


મોરબી જિલ્લા પુરવઠા અધિકારીએ આપી વિસ્તૃત માહિતી : રાશન લેવા જતી વખતે રાશનકાર્ડ, ઓરીજનલ આધારકાર્ડ સાથે લઈ જવા જરૂરી : સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની તાકીદ કરાઈ

મોરબી : રાજ્યના મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જાહેરાત કરી હતી કે એપીએલ 1 કેટેગરીમાં આવતા રાશનકાર્ડ ધારકોને 13 એપ્રિલથી રાશનની દુકાન પરથી નિઃશુલ્ક અનાજ વિતરણ શરૂ કરવામાં આવનાર છે. આ માટે કેટલીક માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી છે.

નિઃશુલ્ક રાશન મેળવવા માટે પહેલા તબક્કામાં લોકોએ રાશનની દુકાનો પર ભીડ લગાવી દીધી હતી. જેને કારણે અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો. જેને ધ્યાનમાં લેતા આ બીજા રાઉન્ડમાં અમુક ગાઈડલાઇન્સ નક્કી કરવામાં આવી છે. જે મુજબ 13 તારીખથી શરૂ કરીને 17 તારીખ સુધીમાં તમામ લોકોને ભીડભાડ કર્યા વગર રાશન મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જે મુજબ, તારીખ 13ના રોજ એ લોકોએ જ રાશન લેવા જવું જેમના રાશનકાર્ડનો છેલ્લો આંકડો 1 અને 2 આવતો હોય. 14 તારીખે એવા લોકોએ રાશન લેવા જવું જેમના રાશનકાર્ડનો છેલ્લો આંકડો 3 અને 4 આવતો હોય. 15 તારીખે જેમના રેશનકાર્ડનો છેલ્લો આંકડો 5 અને 6 આવતો હોય, 16 તારીખે જેમના રેશનકાર્ડનો છેલ્લો આંકડો 7 અને 8 આવતો હોય તેવા લોકોએ જ્યારે જેઓના રેશનકાર્ડમાં છેલ્લો આંકડો 9 અને 0 આવતો હોય તેવા કાર્ડ ધારકોએ 17 એપ્રિલે રાશન લેવા દુકાનોએ જવું. જે તે તારીખે જે વ્યવસ્થા આંકડાકીય પદ્ધતિ મુજબ નક્કી કરવામાં આવી છે તે દિવસે એ જ લોકોને રાશન મળશે. લોકોને પોતાના રાશનકાર્ડમાં છેલ્લા આંકડા મુજબ નક્કી કરવામાં આવેલી તારીખે જ રાશન લેવા જવાની તાકીદ કરવામાં આવી છે. 17 તારીખ બાદ 18મી તારીખે એવા તમામ લોકોને રાશન વિતરણ થશે જેઓ તેમની નિયત તારીખે રાશન લેવા પહોંચી શક્યા નથી. રાશન લેવા જતી વખતે રાશનકાર્ડ અને ઓરીજનલ આધારકાર્ડ સાથે રાખવું ફરજીયાત છે.

- text

આથી જો કોઈ વ્યક્તિ એમના રેશનકાર્ડના છેલ્લા આંકડાને લઈને નક્કી કરવામાં આવેલી તારીખે ન જઈ શક્યા હોય તેઓ માત્ર 18 તારીખે જ રાશનની દુકાને પહોંચે તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ ઊપરાંત મુખ્યમંત્રીએ અપીલ કરી છે કે જે સક્ષમ પરિવાર છે તેઓ આ યોજનામાં રાશન મેળવવાનું જતું કરે તો ખરેખર જરૂરિયાત ધરાવતા તમામ વ્યક્તિઓને રાશન પૂરું પાડવામાં સરળતા રહેશે.

ઉલ્લેખનીય છે કે જેઓ અત્યાર સુધી રાશનકાર્ડ પર ક્યારેય રાશન મેળવવા માટે આર્થિક ધોરણે પાત્રતા ધરાવતા ન હતા તેઓ તમામ 13 તારીખથી રેશનકાર્ડ દીઠ10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અથવા ચણા જે ઉપલબદ્ધ હશે તે અને 1 કિલો ખાંડ મેળવી શકશે.

મોરબી જિલ્લામાં કુલ 47 રાશનની દુકાનો છે જે પૈકી જે દુકાનમાં વધારેમાં વધારે APL 1 કાર્ડનું રજિસ્ટ્રેશન હશે તેવી દુકાનોમાં સૌથી પહેલા રાશનનો જથ્થો ફાળવવામાં આવશે. ત્યાર બાદ ક્રમશઃ ઓછી સંખ્યામાં રાશનકાર્ડ ધરાવતી દુકાનોને રાશનનો જથ્થો ફાળવાશે. જો કે એક જ વ્યક્તિના ચાર્જમાં બે દુકાનો હશે તેઓને રોટેશન પ્રમાણે જથ્થો ફાળવશે. પરંતુ અંતે તો તમામ એપીએલ 1 રાશનકાર્ડ ધારકને રાશનનો જથ્થો મળીને જ રહેશે તેવી ખાતરી પુરવઠા અધિકારીએ આપી છે.

મોરબી જિલ્લામાં APL 1 રાશન ધારકોની કુલ સંખ્યા 136744 છે, જેમાં કુલ 534833 લોકો માટે નિઃશુલ્ક રાશન વિતરણ કરવામાં આવનાર છે. જે પૈકી મોરબી તાલુકામાં 63834 રાશન કાર્ડમાં 243595 લોકો, વાંકાનેર તાલુકામાં 29472 રાશનકાર્ડ ધારકોમાં 125983 લોકોને, ટંકારા તાલુકામાં 10315 રાશનકાર્ડ ધારકોના 39706 લોકોને, હળવદ તાલુકામાં 20927 રાશનકાર્ડ ધારકોના 80052 લોકોને અને માળીયા મી. તાલુકામાં 12196 રાશનકાર્ડ ધારકોમાં 45497 લોકોને આમ કુલ મળીને પાંચ લાખ ચોત્રીસ હજાર આઠસો તેત્રીસ લોકોને નિઃશુલ્ક રાશનનો લાભ મળશે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text