મોરબી : શેરી-ગલી, સોસાયટીઓમાં લોકડાઉનનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવા પોલીસ જીપમાં કેમેરા લગાવાયા

- text


ડ્રોન કેમેરા દ્વારા નિરીક્ષણ અને સઘન પેટ્રોલિંગ બાદ પણ અમુક લોકો હાથમાં ન આવતા પોલીસ હાઈટેક બનીને પોતાના વાહનોમાં કેમેરા લગાવી પેટ્રોલિંગ હાથ ધર્યું

મોરબી : મોરબીમાં લોકડાઉન ભંગ કરનાર સામે કાર્યવાહી કરવા પોલીસ સખત પગલાં લઈ રહી છે. જેમાં ડ્રોન કેમેરા દ્વારા નિરીક્ષણ અને સતત પેટ્રોલિંગ છતાં પણ શેરી ગલીઓ કે સોસાયટીમાં લોકોની ભીડ જમા થતી હોય અને પોલીસને જોઈને ભાગી જતા હોવાથી આવા લોકો સામે કાર્યવાહી કરવા પોલીસ હવે હાઈટેક બની છે. જેમાં પોલીસની જીપમાં આગળ પાછળ કેમેરા ફિટ કર્યા છે. જેથી, કેમેરામાં લોકડાઉન ભંગ કરનાર આબાદ રીતે કેદ થઈ જશે. તેમજ પોલીસને લોકડાઉનનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવી સરળ બનશે.

મોરબીમાં હવે લોકડાઉનનો ભંગ કરનાર પોલીસની તીસરી આંખથી બચી નહિ શકે, લોકડાઉનનો ભંગ કરીને પોલીસને હાથતાળી આપીને છટકી જનાર સામે પણ હવે કાર્યવાહી થશે.પોલીસે શેરી ગલીઓ અને સોસાયટીમાં ભીડમાં કે અગાશીઓ ઉપર ટોળે વળતા લોકો સામે જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરવા સતત ડ્રોન કેમેરા દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે અને સતત પોલીસ દ્વારા પેટ્રોલીગ કરવામાં આવી રહ્યું છે. પણ લોકડાઉનનો ભંગ કરનારને પોલીસ પકડવા જાય ત્યારે તે પોલીસને હાથતાળી આપીને નાસી છૂટે છે. આથી, પોલીસે આવા લોકો સામે કાર્યવાહી કરવા વધુ હાઈટેક બનીને વધુને વધુ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. જેમાં પોલીસની જીપમાં આગળ પાછળ બે કેમેરા ફિટ કરવામાં આવ્યા છે. આ કેમેરાવાળા વાહનોમાં જ પોલીસે પેટ્રોલીગ શરૂ કર્યું છે.

- text

આ કેમેરામાં લોકડાઉનનો ભંગ કરનાર આબાદ રીતે કેદ થઈ જાય છે. કેમેરામાં રેકોર્ડિંગ થયા બાદ કોમ્યુટરમાં નિહાળીને જે તે વિસ્તાર અને વ્યક્તિની કાર્યવાહી થાય છે. ત્યારબાદ જે તે વ્યક્તિ સામે કાર્યવાહી કરાઈ છે. આ રીતે લોકડાઉન ભંગ કરનાર લોકોને ઝડપી લેવા મોરબી એ ડિવિઝન વિસ્તારમાં ત્રણ પોલીસની ગાડીઓમાં આગળ પાછળ કેમેરા ગોઠવવામાં આવ્યા છે. જેથી, શેરી ગલી કે સોસાયટીઓ બિનજરૂરી પ્રવૃત્તિઓ કરતા લોકો હવે બચી નહિ શકે, પોલીસને જોઈને આવા લોકો ભાગી જાય તો પણ કાર્યવાહીથી હવે બચી નહિ શકે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text