મોરબીમાં ચાર વર્ષના બાળકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા

- text


બાળકને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી સેમ્પલ રિપોર્ટ માટે મોકલવા તજવીજ હાથ ધરાઈ

મોરબી : મોરબી જિલ્લામાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ આરોગ્ય સહિતનું તંત્ર તમામ પ્રકારની તકેદારી લઈ રહ્યું છે. ત્યારે આજે વધુ એક ચાર વર્ષના બાળકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખતા તેને આઇસોલેશન વોર્ડમાં સિફ્ટ કરી તેના સેમ્પલ રિપોર્ટ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

- text

મોરબીના સિવિલ હોસ્પિટલ તંત્રના જણાવ્યા મુજબ આજે બુધવારે જાંબુડિયા પાસે રહેતા પરિવારના ચાર વર્ષના બાળકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને તકેદારીના ભાગ રૂપે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યું છે. અને તેના સેમ્પલ લઈ જામનગર રિપોર્ટ માટે મોકલવાની તજવીજ હાથ ધરાય છે. જ્યારે ગઈકાલે બે શ્રમિકોના લેવાયેલા સેમ્પલનો રિપોર્ટ આજ સાંજ સુધીમાં આવશે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text