મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતો માટે કૃષિ સલાહ જાહેર

- text


મોરબી : કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સીનીયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ ડી.એ.સરડવા અને વિષય નિષ્ણાંત – ડો. હેમાંગીબેન મહેતાની યાદી જણાવે છે કે, ખેડુતો માટે ભારત સરકારશ્રીના હવામાન ખાતા તરફથી મળેલ હવામાન માહિતી અનુસાર અત્રેના ઉતર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના મોરબી જીલ્લામાં આગામી તા.૦૮-૦૪-૨૦૨૦ થી તા. ૧૨-૦૪-૨૦૨૦ દરમ્યાન હવામાન સુકું, ગરમ અને ચોખ્ખું રહશે. પવનની દિશા પશ્ચિમ અને વાયવ્યની રહેવાની અને પવનની ઝડપ ૯ થી ૧૪ કીમી/કલાક રહેવાની શક્યતા છે. આ સમયગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૩૯-૪૧ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૨૨-૨૩ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે.

- text

ખેડૂતો માટે નીચે મુજબ કૃષિ સલાહ આપવામાં આવી છે.

  • ઉનાળુ પાકો જેવા કે મગફળી, તલ અને શાકભાજી પાકોમાં બપોર દરમિયાન પિયત ન આપવું.
  • આ ઉપરાંત, જ્યારે કોઈ પણ જંતુનાશક એ ફૂગનાશક દવાનો છંટકાવ કરવાનું થાય ત્યારે બપોરના સમયે દવા છાંટવાનું ટાળવું.
  • હાલમાં ઘઉંની કાપણી પછી ઘઉંનું પરાળ સળગાવવામાં આવે છે. પરાળ સળગાવવાથી જમીનને તેમજ પર્યાવરણને ઘણું નુકસાન થાય છે.
  • આથી ખેડૂત એ પરાળને બાળવાના બદલે રોટાવેટર થી અથવા કોઈપણ રીતે જમીનમાં તેને માવજત આપી અને જમીનમાં દાટી દેવું જોઈએ. જેથી, કરીને જમીનમાં પૂરતા પોષક તત્વો મળી રહે.

આ અંગે વધુ માહિતી માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડી.એ. સરડવા પાસે થી વિગતવાર માહિતી મેળવી શકાશે. (મોબાઈલ નંબર ૯૪૨૬૭ ૮૪૬૨૮)

- text