મોરબી જિલ્લાના 15 હેડ કોન્સ્ટેબલને અપાયું એએસઆઈ તરીકે પ્રમોશન

- text


 પોલીસકર્મીઓને લોકડાઉનના કપરા સમયમાં પ્રોત્સાહન આપતા જિલ્લા પોલીસ વડા

મોરબી : મોરબીમાં લોકડાઉન દરમિયાન ખડેપગે ફરજ બજાવતા પોલીસકર્મીઓને જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાએ પ્રોત્સાહન આપ્યું છે. જિલ્લાના 15 હેડ કોન્સ્ટેબલને એએસઆઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે.

- text

જેમાં ટ્રાફિક વિભાગના જીવરાજભાઈ ફેફર, એ ડિવિઝનના પ્રભાતભાઈ હુંબલ, હેડ ક્વાર્ટરના રમેશગીરી ગોસાઈ, રહીમભાઈ બાંભણીયા, ગગુભાઈ ડાંગર, ચંદુલાલ ડાંગર, કાંતિલાલ ડામોર, રાજેન્દ્રસિંહ ચુડાસમા, અલીઅકબરભાઈ ભોરણીયા, વાંકાનેર સિટીના યુનુસભાઈ શેરસિયા, આઈબીના દેવજીભાઈ સંતોકી, વાંકાનેર તાલુકાના દેવજીભાઈ સોલંકી, મયુરરાજસિંહ રાણા, ક્યુઆરટી વિનોદભાઈ હુંબલ તેમજ મોરબી તાલુકાના નરવીરસિંહ જાડેજાનો સમાવેશ થાય છે.આ પ્રમોશનના પગલે પોલીસબેડામાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

- text