હળવદમાં લોકડાઉન દરમિયાન ઘરેબેઠા લોકો સમયનો સદુપયોગ કરે તે માટે અલગ અલગ સ્પર્ધાનું આયોજન

- text


હળવદ વહીવટી તંત્ર દ્વારા ત્રણ શ્રેણીમાં નિબંધ ,કવિતા અને સ્લોગન સ્પર્ધાનું આયોજન : કૃતિઓ વોટ્સએપમાં મોકલી આપવાની આપી

હળવદ : હળવદમાં હાલના લોકડાઉન દરમિયાન બાળકો સહિતના લોકો સમયનો સદુપયોગ કરે અને ફુરસદની પળોમાં તેમની કલાશક્તિ નિખાર આવે તથા લોકો ઘરેબેઠા જ રચનાત્મક પ્રવૃતિઓમાં ભાગ લઈ શકે તે માટે હળવદ વહીવટી તંત્રએ નવતર પહેલ કરી છે અને હળવદ વહીવટી તંત્ર દ્વારા ત્રણ શ્રેણીમાં નિબંધ ,કવિતા અને સ્લોગન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાળકો સહિત મોટેરાઓ પણ ઘરેબેઠા જ ભાગ લઈ શકશે, ઘરે કૃતિઓ તૈયાર કર્યા બાદ તંત્રએ જાહેર કરેલા વોટ્સએપમાં મોકલવાની અપીલ કરાઈ છે.

- text

ત્રણ શ્રેણીમાં આયોજિત આ સ્પર્ધાઓમાં એક શ્રેણીમાં 15 થી 30 વર્ષ અને બીજી શ્રેણીમાં 31 થી 45 વર્ષ અને ત્રીજી શ્રેણીમાં 46 વર્ષની ઉપરના લોકો ઘરેબેઠા જ ભાગ લઈ શકશે.નિબંધ ,કવિતા અને સ્લોગન સ્પર્ધાના કોરોનાથી બચાવ ,લોકડાઉનમાં નાગરિકોની ફરજ અને પ્રકૃતિનું જતન એ વિષયો રાખવામાં આવ્યા છે.આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા લોકોએ નામ ,ઉંમર ,વિષય ,મોબાઈલ નંબર ,સરનામું તથા કૃતિઓ બનાવીને તા.15 એપ્રિલ સાજના પાંચ વાગ્યા સુધીમાં 98793 01634 વોટ્સએપ નંબર ઉપર મોકલાવી દેવા અનુરોધ કર્યો છે અને આ સ્પર્ધાના પ્રથમ ત્રણ વિજેતાઓનું આગામી 15 મી ઓગસ્ટના તાલુકા કક્ષાના કાર્યક્રમમાં શિલ્ડ તથા પ્રમાણપત્ર આપીને સન્માન કરાશે.લોકડાઉન દરમિયાન દરેક વ્યક્તિઓ પોતાના ઘરે રહીને સમયનો સદુપયોગ લરે અને ઘરેબેઠા સર્જનાત્મક શક્તિ વિકસે તે આ સ્પર્ધાનું હેતુ છે.તેથી હળવદના લોકોને આ સ્પર્ધાનો લાભ લેવા હળવદ વહીવટી તંત્રએ જાહેર અપીલ કરી છે.

- text