સેવાનો ટહુકાર : ઘરે રોજ 500 માસ્ક બનાવી પ્રેરણાદાયી કાર્ય કરતા મોરબીના ગૃહિણી

- text


મોરબી : કોરોના સામેની લડતમાં સેવા કાર્ય દ્વારા નાના-મોટાં સૌ યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે. મોરબીમાં પણ ઠેર-ઠેરથી સેવાભાવી સંસ્થાઓ અને લોકો જરૂરિયાત મંદોની સેવા કરી રહ્યા છે ત્યારે મોરબીના એક ઘરમાંથી સેવાનો ટહુકાર ઉઠયો છે. જ્યાં એક આધેડ વયના ગૃહિણી દ્વારા ઘરેથી રોજ 500 જેટલા માસ્ક બનાવી પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવે છે. જે સમાજને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

હાલમાં કોરોનાને કારણે સર્જાયેલી કપરી પરિસ્થિતિમાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે તકેદારીના પગલારૂપે માસ્ક અને સેનેટાઈઝર ઉપયોગ કરવામાં આવે છે. જેના પગલે તેની માંગ વધી છે. ત્યારે મોરબીના રવાપર રોડ ઉપર આવેલા આસ્થા એપાર્ટમેન્ટમાં રહેતા ગીતાબેન દિલીપભાઈ વડસોલા દ્વારા 55 વર્ષની ઉંમરે પણ અથાગ પરિશ્રમ કરીને દરરોજ 500 જેટલા માસ્ક બનાવવામાં આવે છે. ગીતાબેન દ્વારા છેલ્લા 3 દિવસથી માસ્ક બનાવી માસ્ક વિતરણ કરતી સંસ્થાઓને નિ:શુલ્ક તે માસ્ક પહોંચાડવામાં આવે છે. સેવાભાવી સંસ્થાઓના માધ્યમથી માસ્ક જરૂરિયાતમંદ લોકોને પહોંચે છે. આમ, ગીતાબેન ઘરે રહીને જ માસ્ક બનાવી ગરીબોને સહાયરૂપ બને છે. આગામી દિવસોમાં પણ આ કાર્ય ચાલુ રાખવામાં આવશે. આ કાર્યમાં તેમનો પરિવાર પણ પૂરતો સપોર્ટ આપે છે. આ કિસ્સો સમાજને સેવા કરવાનો સંદેશ તથા નારી શક્તિનું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડે છે.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text