મોરબીમાં સીટી મામલતદારનું લોકડાઉનના અમલ માટે સઘન ચેકિંગ

- text


જીવનજરૂરી ચીજવસ્તુઓ દુકાને લેવા આવેલા લોકો વચ્ચે અંતર રાખવાની સૂચના આપી : માર્કેટીંગ યાર્ડના ચેરમેનને જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાનો ચાલુ રાખવાની પણ સૂચના આપી

મોરબી : મોરબીમાં આજે લોકડાઉનનો છઠ્ઠો દિવસ છે. ત્યારે આજે મોરબી સીટી મામલતદારે શહેરભરની લોકડાઉનની સ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું હતું. અને લોકોની ભીડ ન થાય અને લોકડાઉનનો હેતુ જળવાઈ રહે તે માટે જીવનજરૂરી ચીજવસ્તુઓ દુકાને લેવા આવેલા લોકો વચ્ચે અંતર રાખવાની સૂચના આપી હતી તેમજ માર્કેટીંગ યાર્ડના ચેરમેનને જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાનો ચાલુ રાખવાની પણ સૂચના આપી હતી.

- text

મોરબી સીટી મામલતદાર જી.એચ. રૂપાપરાએ આજે લોકડાઉનની સ્થિતિનો તાગ મેળવવા માટે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. ખાસ કરીને જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાનોમાં ભીડ ન થાય અને લોકો છુટા છવાયા ઉભા રહે અને જીવનજરૂરી ચીજવસ્તુઓ મેળવવામાં લોકોને હાલાકી ન પડે તે માટે અનાજ કરીયાણાની દુકાનો અને માર્કેટીંગ યાર્ડની મુલાકાત લીધી હતી. જે જે દુકાનોમાં લોકો ભેગા થયા હોય એ લોકોને છુટા છવાયા ઉભા રહેવાની સૂચના આપી હતી. તેમજ માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગન વડાવીયાને જાણ કરી જે અનાજ કરીયાણાની દુકાનો બંધ છે, તેને ચાલુ કરવાની સૂચના આપી છે. અને તમામ જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખુલે. જેથી, હાલમાં જે જગ્યાએ ભીડ થાય છે એ ન થાય અને લોકોને પણ મુશ્કેલી ઓછી થશે. તેમજ દુકાનદારોને પણ લોકોને છુટાછવાયા ઉભા રાખવાની સૂચના આપી છે. અન્યથા દુકાનદારો સામે પણ કાર્યવાહી થશે એવું તેમણે જણાવ્યું હતું.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text