મોરબીમાં લોકડાઉનની ફરજ નિભાવતા પોલીસ સ્ટાફના સ્વાસ્થ્યનું ચેકઅપ કરાયું

- text


થર્મલ સ્કેનર દ્વારા ચેકઅપમાં તમામ પોલીસ કર્મચારીઓ સંપૂર્ણપણે સ્વસ્થ

મોરબી : મોરબીમાં હાલ કોરોના વાયરસને લઈને લોકડાઉન ચાલી રહ્યું છે.ત્યારે મોરબી એ ડિવિજનનો તમામ પોલીસ સ્ટાફ શહેરના જુદાજુદા સ્થળે ફરજ બજાવીને લોકડાઉનનું ચુસ્તપણે અમલ કરાવી રહ્યો છે. ત્યારે લોકડાઉનની ફરજમાં રહેલા આ તમામ પોલીસ સ્ટાફને કોરોના સંક્રમિત ન થાય તે માટે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તમામ પોલીસ સ્ટાફનું થર્મલ સ્કેનર દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું હતું.

- text

લોકડાઉનનું મોરબી પોલીસ સ્ટાફ ચુસ્તપણે અમલ કરાવી રહ્યો છે અને ડ્રોન કેમેરા તેમજ સીસીટીવી કેમેરાથી નિરીક્ષણ કરીને અને શહેરના વિવિધ પોઈન ઉપર ફરજ બજાવીને ઉમદા કામગરી કરી રહ્યો છે.ત્યારે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એ કપરા સમયમાં ફરજ બજાવતા રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓની ઉમદા કામગીરીને બિરદાવીને ફરજની સાથે સ્વાસ્થ્યની કાળજી રાખવાની અપીલ કરી હતી ત્યારે આજે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફના સ્વાસ્થ્યનું ચેકંઅપ કરવામાં આવ્યું હતું. જેમાં તમામ પોલીસ કર્મચારીઓ સંપૂર્ણપણે સ્વસ્થ જણાયા હતા.

- text