મોરબીમાં નર્મદા કેનાલ દ્વારા સિંચાઈ માટે પાણી આપવા માંગ

- text


મોરબી : ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મોરબીમાં નર્મદા કેનાલ દ્વારા સિંચાઈ માટે પાણી આપવાની માંગ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત દ્વારા કરવામાં આવી છે.

આ રજુઆતમાં જણાવ્યા અનુસાર મોરબી જિલ્લામાં નર્મદા કેનાલની ત્રણ બ્રાન્ચ કેનાલ આવેલી છે. માળીયા બ્રાન્ચ, ધ્રાંગધ્રા બ્રાન્ચ અને મોરબી બ્રાન્ચ. આ બ્રાંચોનું માઇક્રો નેટવર્કનું કામ હજુ સુધી પૂર્ણ થયેલ નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ પણ તંત્ર જાણે કે ઠાગાઠૈયા જ કરે છે. તો આ માઇક્રોનેટવર્ક ક્યારે પૂરું થશે? એવો સવાલ ઉઠ્યો છે.

- text

આ ઉપરાંત, દરેક સિઝનમાં સરકાર એવી જાહેરાતો કરે છે કે ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવામાં આવશે અને આ ભ્રામક જાહેરાતોથી ભરમાઈને જગતનો તાત એવો ખેડૂત ખાતર, બિયારણ અને ખેડનો ખર્ચો કરીને પાકોનું વાવેતર કરે છે. પરંતુ વાવેતર અમુક સ્ટેજે આવે એટ્લે જાણે કે ખેડૂતને હેરાન કરવા માટે જ કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવે છે અને ખેડૂતો ચિંતામાં ગરકાવ થાય તેવું કરવામાં આવે છે. આ સિલસિલો દર વખતે થાય છે. આથી, જ્યાં સુધી ખેડૂતોને પાણીની જરૂરત હોય ત્યાં સુધી કેનાલ સતત ચાલુ રાખવામા આવે. જે માટે યોગ્ય પગલાં લેવાની માંગણી કરવામાં આવી છે.

- text