રવાપર રોડ પર બાપા સીતારામ ચોક પાસે અકસ્માતને પગલે ટ્રાફિકજામ

- text


બાઇક ચાલકે એક્ટિવાને હડફેટે લેતા મહિલાને ઇજા થતાં લોકોના ટોળા ઉમટી પડતા થોડીવાર માટે ભારે ટ્રાફિકજામ સર્જાયો

મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોક પાસે અકસ્માતને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો. બાઇક ચાલકે એક્ટિવાને હડફેટે લેતા મહિલાને ઇજા થતાં લોકોના ટોળા ઉમટી પડતા આ ટ્રાફિકજામ સર્જાયો હતો.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોક પાસે આજે એક બાઇક ચાલકે એક્ટિવા સવાર મહિલાને હડફેટે લેતા આ મહિલાને ઇજા પહોંચી હતી. આ અકસ્માતને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. જેથી, અડધી-પોણી કલાક સુધી અહીંયા ટ્રાફિકજામ સર્જાયો હતો. જેમાં રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોકથી બન્ને બાજુએ અડધો પોણો કિમિ સુધી ટ્રાફિકજામ થઈ ગયો હતો. આ ટ્રાફિકજામમાં અધિક કલેકટર કેતન જોશી સહિતના ફસાયા હતા. તેમજ અનેક વાહન ચાલકો ટ્રાફિકજામમાં અટવાયા હતા. જો કે આ મહત્વના ટ્રાફિક પોઇન્ટ ઉપર માત્ર એક ટ્રાફિક બ્રિગેડનો જવાન ફરજ બજાવતો હોય વારંવાર અહીં ટ્રાફિકજામ સર્જાય છે. જેથી, વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આથી, આ બાબતે જવાબદાર તંત્ર યોગ્ય પગલાં ભારે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠી છે.

- text