કોરોના ઇફેક્ટ : વાંકાનેરમાં રોડ-રસ્તામાં ખાણીપીણીની વસ્તુઓ તેમજ માસ મટન વેચવા ઉપર પ્રતિબંધ

- text


જાહેરમાં થુકવા બદલ એક વ્યક્તિને રૂ.500 નો દંડ ફટકરાયો

વાંકાનેર : કોરોના વાયરસને પગલે વાંકાનેર નગરપાલિકા દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.જેમાં વાંકાનેર શહેરમાં કોઈઓન જાતના નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.તેમજ જાહેર ખાણીપીણીના વેચાણ ઉપર પણ અંકુશ લાદી દેવામાં આવ્યો છે.જ્યારે વાંકાનેર પાલિકા દ્વારા જાહેરમાં થુકવા બદલ એક વ્યક્તિને રૂ.500 નો દંડ ફટકારવામાં આવ્યો છે.

- text

વાંકાનેરમાં કોરોના વાયરસ જેવી.મહામારી રોકવા માટે વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરીજનો ઉપર કડક નિયત્રણો લાદવામાં આવ્યા છે.દરમિયાન જાહેરમાં સ્વચ્છતાનું કડક પાલન કરવા માટે વાંકાનેર પાલિકા દ્વારા રફીકભાઈભાઈ હારૂનભાઈ નામના વ્યક્તિને જાહેરમાં થુકવા બદલ રૂ.500 નો દંડ કરવામાં આવ્યો છે.આ દંડથી જાહેરમાં થુકવા ટેવાયેલા અમુક લોકોમાં ફફલાટ વ્યાપી ગયો છે.તેમજ વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરીજનોના આરોગ્યની સલામતી માટે તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.જેમાં શહેરમાં કોઈપણ જગ્યાએ તમામ પ્રકારના નોનવેજના વેચાણની મનાઈ ફરમાવી દેવાઈ છે.આ ઉપરાંત જાહેરમાં તમામ પ્રકારના ખાદ્ય પદાર્થ વેચવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આ નિયમનું ઉલઘ્ઘન કરનાર સામે નિયમો અનુસાર કડક કાર્યવાહીનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

- text