કોરોના ઇફેક્ટ : વાવડી ગ્રામ પંચાયત દ્વારા વાસી ખોરાક વેચવા પર પ્રતિબંધ, થૂંકબાજને દંડ પણ ફટકારાશે

- text


મોરબી : વિશ્વની અંદર હાહાકાર મચાવનાર કોરોના લઈને હવે મોરબી જિલ્લાની એક ગ્રામપંચાયત પણ હરકતમાં આવી છે. નાની વાવડી ગ્રામપંચાયત દ્વારા કોરોના સામે સાવચેતીના પગલાં લઈ કેટલીક સૂચનાઓ સાથેની ગાઈડલાઈન જારી કરી છે.

- text

સમગ્ર વિશ્વની અંદર કોરાની દહેશત જોવા મળી રહી છે ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ત્યારે મોરબી જીલ્લાની નાનીવાવડી ગ્રામ પંચાયત દ્વારા જાહેર સૂચનાઓ જારી કરવામાં આવી છે. નાનીવાવડી ગામમાં આવેલ દુકાનો લારીઓ પર વાસી ખોરાક વેચવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો કોઈ દુકાને કે રેંકડીઓમાં વાસી ખોરાક જોવા મળશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો બીજી તરફ નાનીવાવડી ગામની અંદર જાહેરમાં થૂંકવા સામે પણ પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જો દંડ નહીં ભરે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવો નિર્ણય ગ્રામપંચાયત દ્વારા લેવામાં આવ્યો છે.

- text