મોરબીના વોર્ડ નંબર 9માં ભૂગર્ભ ગટર ઉભરાવવાના પ્રશ્ને કલેકટરને રજુઆત

- text


સ્થાનિક રહીશોએ ગટરનો પ્રશ્ન ન ઉકેલાય તો આંદોલનની ચીમકી આપી

મોરબી : મોરબીના વોર્ડ નંબર 9 માં આવેલ સોસાયટીઓમાં ભૂગર્ભ ગટર ઉભરાતા બેસુમાર ગંદકી ફેલાઈ રહી છે. ગટરની ઉભરાતી ગંદકીના કારણે સ્થાનિક લોકોના આરોગ્ય પર જોખમ ઉભું થયું છે. આથી, સ્થાનિક રહીશોએ કલેકટરને રજુઆત કરી તેમની સોસાયટીઓમાં ગટરની ગંદકીનો પ્રશ્ન ન ઉકેલાય તો આંદોલનની ચીમકી આપી છે.

- text

મોરબીના વોર્ડ નંબર 9 ના રહીશોએ કલેકટરને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે ભક્તિનગર સર્કલથી નવલખી ફાટક સુધી ફોરલેન બનતા ભૂગર ગટરમાં મેટલ અને ડામર ભરાઈ જતા આ ભૂગર્ભ ગટર ચોકઅપ થવાથી આ વિસ્તારની સોસાયટીઓમાં ગટરની ગંદકી ઉભરાઈ રહી છે. જેમાં સરદારનગર, શ્રીજી પાર્ક, ઇન્દ્રપ્રસ્થ, દીવાન પાર્ક, વૈભવનગર તથા બાયપાસ રોડ પર આવતી તમામ સોસાયટીઓમાં ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે. તેથી, સ્થાનિક લોકોનું આરોગ્ય જોખમાઇ તેવી પૂરેપૂરી દહેશત છે. આ ગંભીર મામલે જવાબદાર તંત્રને અનેક રજુઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. હાલ કોરોના કહેર વચ્ચે આ તમામ સોસાયટીઓમાં ઉભરાતી ગટરની કારણે સ્થાનિક આરોગ્ય અસલામત બની ગયું છે. આથી, કલેકટરને રજુઆત કરીને આ સોસાયટીઓમાં ગટરનો પ્રશ્ન હલ કરવાની માંગ કરી છે. જો પ્રશ્ન ટુક સમયમાં હલ ન થાય તો રસ્તા રોકો સહિતના આંદોલન કરવાની ચીમકી આપી છે.

- text