મહેનત ગઈ પાણીમાં..! ભાવ ન મળતાં માલ-ઢોરને કોબીજ ખવડાવતા ખેડૂતો

- text


હળવદ તાલુકાના સરંભડા ગામે ખેડૂતો દ્વારા કોબીજનું વાવેતર કરાયું, પરંતુ કોબીજ તૈયાર થયા ત્યાં ભાવ તળિયે બેસી ગયો

હળવદ: હળવદ તાલુકાના સરંભડા ગામે ખેડુતોએ શાકભાજીનુ વાવેતર કર્યું હતું પરંતુ ભાવ સાવ તળીયે બેસી જતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે અને વાડીમાં તૈયાર થઈ ગયેલા કોબીજ નો ભાવ ના મળતા માલ ઢોર ને ખવડાવવા પડી રહ્યા છે

હળવદ તાલુકાના સરંભડા ગામના ખેડૂત કિરણભાઈ દોરાલાએ રવી સીઝનમાં કોબીજ નું વાવેતર કર્યું હતું જયારે કોબીજ નો પાક તૈયાર થઇ જતા બજારમાં કોઈ લેવા વાળું નથી મળતું? જેથી ખેડૂત દ્વારા નાછૂટકે બજાર ભાવ ના મળતા કંટાળી કોબીજ ને માલ ઢોર ને ખવડાવવા મજબુર બન્યા છે

ગત સીઝન અતિવૃષ્ટિને કારણે નિષ્ફળ ગઇ હતી ત્યારે આ સિઝનમાં ખેડૂતો રવિ પાક પણ જોખમી સમજતા હોય જેથી શાકભાજીના વાવેતર તરફ વળ્યા હતા ત્યારે સરંભડા ગામના ખેડૂત સહી તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ પણ કોબીજ નું વાવેતર કહ્યું હતું પરંતુ કોબીજ નો પાક તૈયાર થતા બજાર ભાવ ના મળતા કોબીજ માલ ઢોર ને ખવડાવવા પડી રહ્યા છે

- text

જેથી કોબીજ ની ખેતી કરનાર ખેડૂત કિરણભાઈ દોરાલાએ જણાવ્યું હતું કે જીરાના પાકમાં અનેક પ્રકારના રોગો આવવાથી સીઝન નિષ્ફળ ન જાય તે માટે તેની જગ્યાએ કોબીજ નું વાવેતર કર્યું હતું અને વાવેતર કર્યુ ત્યારે કોબીજના યોગ્ય ભાવ હોય પરંતુ કોબીજ તૈયાર થતા ભાવ તળીયે બેસી ગયા છે અને કોબીજના કોઈ જ લેવા વાળા મળતા નથી જેથી હાલ અમો દ્વારા તલનું વાવેતર કરવાનું હોય તેને કારણે કોબીજને મફતના ભાવે તેમજ માલ ઢોર ને ખવડાવવા પડી રહ્યા છે જેથી ખર્ચો અને મહેનત બન્ને પાણીમાં ગયું છે.

- text