મોરબી : નીચીમાંડલ ગામે ફેકટરીમાં વીજકરંટ લાગતા યુવકનું મોત

- text


મોરબી : તાલુકાના નીચીમાંડલ ગામ નજીક આવેલી ફેકટરીમાં કામ કરતા સમયે વિજશોક લાગતા એક યુવકનું મોત નીપજ્યુ હતુ. બનાવની નોંધ લઈ તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી તાલુકાના નીચીમાંડલ ગામ નજીક આવેલી ઓરિન્ડા ગ્રેનાઇડો નામની ફેકટરીમાં રહી ત્યાં જ કામ કરતા અભિલેષ કૈલાશ યાદવ નામના 22 વર્ષીય યુવકને કામ દરમ્યાન વીજ કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. બનાવની તાલુકા પો.મથકમાં હોસ્પિટલ મારફત જાણ થતા પો.હેડ.કોન્સ. જે.જી.ઝાલાએ કેસના કાગળો કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text