મોરબી : પોલીટેક્નિક કોલેજોના અધ્યાપકો દ્વારા સાતમા પગારપંચ અંગે વિરોધ

- text


અધ્યાપકોએ કાળા કપડાં પહેરી કર્યો વિરોધ

મોરબી : રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ જેઓ વર્ગ-1થી વર્ગ-4માં ફરજ બજાવે છે. તેઓને વર્ષ 2016થી સાતમા પગારપંચનો લાભ સરકાર તરફથી આપવામાં આવી રહેલ છે. પરંતુ ટેક્નિકલ શિક્ષણ આપતી સરકારી પોલીટેક્નિક કોલેજોમાં ફરજ બજાવતા વર્ગ-1 તથા વર્ગ-2ના પ્રાધ્યાપકોને હજુ સુધી સાતમા પગારપંચનો લાભ મળ્યો નથી. આ કારણોસર એલ. ઈ. કોલેજ (ડિપ્લોમા) કોલેજના પ્રાધ્યાપકોએ પણ એક અઠવાડિયા સુધી કાળા કપડાં પહેરીને વિરોધ કરવાનું શરુ કર્યું છે.

- text