મોરબીમાં ચણાની ખરીદી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં સતત બીજા દિવસે પણ હોબાળો

- text


સર્વર ડાઉન થતા ખેડૂતો ફરી અકળાયા : ખેડૂતોને ટોકન, રજિસ્ટ્રેશન અને ખરીદી માટે ત્રણ – ત્રણ ધક્કા

મોરબી : મોરબીમાં ચણાની ખરીદી માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં આજે સતત બીજા દિવસે હોબાળો થયો હતો.જોકે આજે ટોકન સિસ્ટમ અમલી કરાઈ હતી.પરંતુ સર્વર ડાઉન થતા ખેડૂતોની મુશ્કેલી યથાવત રહી છે.જ્યારે ખેડૂતોને ટોકન , રજિસ્ટ્રેશન ,ખરીદી માટે ત્રણ ત્રણ ધક્કા ખાવા પડતા હોવાની હૈયાવરાળ ઠાલવી હતી.

મોરબીમાં ચણાની ખરીદી માટે ખેડૂતોની રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલી રહી છે.પરંતુ રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં યોગ્ય વ્યવસ્થાના અભાવે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.ગઈકાલે રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં ધાંધીયા થયા બાદ આજે બીજા દિવસે પણ મુશ્કેલી યથાવત રહેતા હોબાળો થયો હતો.ટોકન સિસ્ટમ તો અમલી બનાવી છે.પણ આજે સવારે સર્વર ડાઉન થતા મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ ગયા હતા.જોકે ચણાની ખરીદીના રજિસ્ટ્રેશન માટે મોરબી એક જ સેન્ટર હોય તેથી ખેડૂતોનો મોટો ઘસારો રહે છે.મોરબી અને ટંકારામાં જ ચણાનું વાવેતર થયુ છે.અન્ય જગ્યાએ વાવેતર થયા નથી.આજે ટોકન સિસ્ટમ રાખવામાં આવી હતી.પરંતુ સવારે સર્વર ડાઉન થઈ જતા ખેડૂતોની મુશ્કેલી વધી હતી.

- text

રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં યોગ્ય વ્યવસ્થાના અભાવની સાથે પીવાના પાણીની પણ કોઈ સુવિધા નથી.ખેડૂતોએ આ બાબતે પણ રાવ કરી હતી.જ્યારે ખેડૂતોને ટોકન ,રજીસ્ટ્રેશન અને ચણાની ખરીદી એમ ત્રણ ત્રણ વખત ધક્કા કરવા પડે છે.જ્યારે આજે 800થી વધુ ટોકન અપાયા હતા.એક ટોકનમાં ત્રણ ખેડૂતો ફોર્મ ભરી શકે એવો નિયમ હતો આજના ટોકન 10 થી 12 દિવસ ચાલશે .જોકે તા.28 સુધી આ કામગીરી થશે અને અત્યાર સુધીમાં ગણ્યા ગાંઠ્યા જ ખેડૂતો નોંધણી થઈ છે.તેથી તમામ ખેડૂતોની નોંધણી અને ચણાની ખરીદીમાં વારો આવી જશે કે કેમ તે જોવાનું રહ્યું.

- text