મોરબી : રમતા રમતા પાણીના ટાંકામાં ડૂબી જતાં બાળકનું કરુણ મોત

- text


મોરબી : મોરબીના સામાકાંઠે ઘરમાં રમતા રમતા પાણીના ટાંકામાં ડૂબી જતાં ત્રણ વર્ષના માસુમ બાળકનું કરુણ મોત નીપજ્યું હતું.

- text

આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ પાસે આવેલ વિધુતનગર સોસાયટીમાં રહેતા સરદારજી પરિવારનો ત્રણ વર્ષીય પુત્ર વિશાલસિંગ વિનોદસિંગ ડાંગી નામનો બાળક તેના ઘરે રમતો હતો. ત્યારે આ બાળક રમતા રમતા પાણીના ટાંકામાં પડી જતા ડૂબી જવાથી તેનું કરુણ મોત નીપજ્યું હતું. બાદમાં હતભાગી બાળકના મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ કરુણ બનાવને પગલે તેના પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text