હળવદ : લાંચ માંગતા હોવાનો વિડીયો વાયરલ થયા બાદ અંતે મહિલા તલાટી મંત્રીને સસ્પેન્ડ કરાયા

- text


મામલતદાર અને પ્રાંત અધિકારીના રિપોર્ટ બાદ અધિક કલેક્ટર એ મહિલા તલાટીને કર્યા સસ્પેન્ડ

હળવદ : હળવદ શહેરમાં ગઈકાલે મહિલા તલાટીમંત્રી લાંચ માગતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના પગલે તંત્ર હરકતમાં આવ્યું છે અને મામલતદાર અને પ્રાંત અધિકારી ના રિપોર્ટ બાદ મોડીસાંજે અધિક કલેકટર એ મહિલા તલાટીને સસ્પેન્ડ કરતા ચકચાર મચી જવા પામી છે

હળવદમાં મોટાભાગે ખાસ કરીને રેવન્યુ ના કામમાં નિવૈધ ધર્યા બાદ જ કામ થતું હોવાની અરજદારોમાં બુમરાણ ઊઠી છે તેવા સમયે હળવદ શહેરમાં આવેલી મામલતદાર કચેરીમાં સ્ટેટ તલાટી ૩૦૦થી ૫૦૦ રૂપિયા સુધિની રકમ માંગતા હોવાનો વિડીયો ગઈકાલે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેના પગલે તંત્ર હરકતમાં આવ્યું છે અને આજે મોડી સાંજે મહિલા તલાટી હર્ષાબેન ગઢવી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે મામલતદાર અને પ્રાંત અધિકારીના રિપોર્ટ બાદ અધિક કલેકટર કેતન જોશીએ મહિલા તલાટીને સસ્પેન્ડ કરી દેતા ચકચાર મચી જવા પામી હતી

- text

અત્રે ઉલ્લેખનીય છે કે અધિક કલેકટરની કાર્યવાહીને પગલે હરામનુ ખાવા ટેવાયેલા અને રૂપિયા માંગવા માં જરા પણ લાજ ન રાખતા કરમીઓમાં સોપો પડી ગયો છે તો બીજી તરફ આજે દિવસભર ખાસ કરીને સફેદ કપડામાં પ્રતિનિધિત્વ કરતા રાજનેતાઓ મહિલા તલાટીને બચાવવા દિવસભર હવાતિયા માર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે પરંતુ આખરે અધિક કલેક્ટરે કોઈ ની પણ સેહ શરમ રાખ્યા વિના કાર્યવાહી કરી લાંચિયા કર્મચારીઓને એક કડક મેસેજ આપ્યો છે.

- text