વેલેન્ટાઈન ડેએ મોરબીની દીકરી કામોદ રાવલનું નવું સુપરહિટ સોંગ “રોણા રૂઆબદાર” રિલીઝ થશે

- text


કાઠિયાવાડી કોયલના નામે પ્રસિદ્ધ મોરબીની કલાકાર કામોદ રાવલે મોરારીબાપુની કથા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાઓમાં કર્યું છે એન્કરિંગ 

મોરબી : આવતી કાલે 14 ફેબ્રુઆરી એટલેકે વેલેન્ટાઈન ડેના દિવસે રોણાનું નવું સુપરહિટ સોંગ
“રોણા રૂઆબદાર” રિલીઝ થશે. મોરબીના ડૉ. શૈલેષભાઇ રાવળની પુત્રી અને કાઠિયાવાડી કોયલના નામે પ્રસિદ્ધ એવી ગાયિકા કામોદ રાવલના કંઠે ગવાયેલા અને અભિનીત આ ગીતને લઈને અત્યારથી જ સંગીત ચાહકોમાં ઉત્સાહ વર્તાઈ રહ્યો છે.

- text

કામોદ રાવલે માત્ર ત્રણ વર્ષની ઉંમરથી જ ગાવાની શરૂઆત કરી હતી. પિતાને જ સંગીત ગુરુ માની તેમની પાસેથી પ્રાથમિક તાલીમ મેળવી ધીમે ધીમે સંગીતની દુનિયામાં ગજુ કાઢતી કામોદે મોરબીનું નામ સંગીત ક્ષેત્રે વિસ્તાર્યુ છે. અનેક ડાયરાઓ, મોરારીબાપુની રામકથા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાઓમાં એંકરીગ કરી ચુકેલી કામોદે ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કરી છે. કંઈક નવું કરવાની તાલાવેલીને કારણે સંગીત ક્ષેત્રે નવા પ્રયોગ રૂપે “રોણા રૂઆબદર” સોંગ લઈને 14 તારીખે હાજર થનાર કામોદ અને તેના પ્રશંસકો અતિ ઉત્સાહિત છે. આ સોંગમાં તેણીએ અવાજ આપવા ઊપરાંત અભિનયના ઓજસ પણ પાથર્યા છે. શુભમ હીરાની નામના યુવા કલાકાર સાથે આ ગીતમાં કઈક અલગ આપવાની નેમ સાથે સોમનાથ સ્થિત એક ફાર્મ હાઉસમાં ગીતનું શૂટિંગ કરવામાં આવ્યું છે. શિવમ સ્ટુડિયો વિસનગર દ્વારા રેકોર્ડ કરાયેલ આ ગીતનું નિર્દેશન કિશન ત્રિવેદીનું છે. પ્રવિણસિંહ જાદવ અને જીતસિંહ વાયડે લખેલા ગીતના શબ્દોને મહેશ સુંવાળા અને વિવેક ગજ્જરે સંગીતે મઢ્યા છે. આવતી કાલે 14 ફેબ્રુઆરીએ રિલીઝ થનાર ગીતની સંગીત પ્રેમીઓ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.

- text