સાવસર પ્લોટમાં રીક્ષા પણ ન નીકળી શકે તે હદે આડેધડ વાહન પાર્કિગની સમસ્યા

- text


હોસ્પિટલ ઝોન વિસ્તારમાં વાહન પાર્કિગની ભારે અવ્યવસ્થાને કારણે દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં પહોંચાડવામાં ભારે મુશ્કેલી

મોરબી : મોરબીનો હોસ્પિટલ ઝોન ગણાતો વિસ્તાર સાવસર પ્લોટમાં રીક્ષા પણ ન નીકળી શકે તે હદે આડેધડ વાહન પાર્કિગની સમસ્યા સર્જાઈ છે. આ હોસ્પિટલ ઝોન વિસ્તારમાં વાહન પાર્કિગની ભારે અવ્યવસ્થાને કારણે દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં પહોંચાડવામાં ભારે મુશ્કેલી પડે છે. તેમાંય ઇમરજન્સી દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડવા વિલંબ થાય તો તેમના જાન ઉપર જોખમ રહે છે.

- text

મોરબીના હોસ્પિટલ ઝોન વિસ્તાર સાવસર પ્લોટમાં ઘણા સમયથી આડેધડ વાહન પાર્કિગની સમસ્યા સર્જાય છે. હવે તો આ હોસ્પિટલ ઝોન વિસ્તારમાં વાહન પાર્કિગની પરિસ્થિતિ એટલી ગંભીર બની છે. આ વિસ્તારમાં રિક્ષા પણ ન નીકળી શકે તે રીતે આખા વિસ્તારમાં વાહનો આડેધડ પાર્ક થાય છે. મોટાભાગે સાવસર પ્લોટ વિસ્તારમાં ફોર વહીલરો જ પાર્ક થાય છે. એક તો સાવસર પ્લોટ વિસ્તારના માર્ગો સાંકડા છે. તેમાં પણ આડેધડ પાર્ક થતા આ ફોર વહીલર વાહનો રસ્તાની મોટી જગ્યા રોકી લે છે. તેથી, રીક્ષા પણ ન નીકળી શકે તે હદે અહીંયા વાહન પાર્કિગની અવ્યવસ્થા સજાઈ છે.

જો કે સૌથી મોટી ગંભીરતા એ છે કે મોટા ભાગની હોસ્પિટલો આ વિસ્તારમાં આવેલી છે. ક્યારેક એવું બની શકે કે ઇમરજન્સીના સંજોગોમા આવા પાર્કિંગના કારણે દર્દી સમયસર હોસ્પિટલે ન પહોંચી શકે તો એ ઇમરજન્સી દર્દીના જીવ ઉપર જોખમ રહે છે. સાવસર પ્લોટમાં આડેધડ વાહન પાર્કિગની સમસ્યા હલ થવી જરૂરી છે. આ અંગે સામાજિક કાર્યકર સતીષ કનાબારે એસપીને રજુઆત કરીને આ બાબતે ગંભીરતા દાખવી યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે.

- text