હળવદમાં દારૂડિયાઓનો ત્રાસ યથાવત : ઢીંગલી થઈને જમીન પર આળોટતા નશાખોરો

- text


જાહેરમાં ચિક્કાર દારૂ ઢીચીને નશાખોરો ધમાલ મચાવતા લોકોમાં ભારે રોષ : પોલીસ દારૂડિયાઓ સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ

હળવદ : હળવદમાં દારૂડિયાઓનો ત્રાસ યથાવત રહ્યો છે. થોડા દિવસો પહેલા દારૂડિયાઓ જાહેરમાં દારૂ પીને ઢીંગલી થઈને ફરતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. તેમજ મહિલાઓએ પણ આક્રોશ વ્યક્ત કરતા એસ.પી.એ દારૂબંધીનો કડક અમલ કરાવવાનો આદેશ આપ્યો હતો. પણ સ્થાનિક પોલીસને કોઈ રસ જ ન હોય તેમ દારૂડિયાઓ દારૂ ઢીચીને જાહેરમાં જમીન ઉપર આળોટતા હોવાની કરતૂત બહાર આવી છે. જાહેરમાં ચિક્કાર દારૂ ઢીચીને નશાખોરો ધમાલ મચાવતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને પોલીસ દારૂડિયાઓ સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.

હળવદમાં દેશી દારૂના વેપલાના ખુલ્લેઆમ અડ્ડાઓ ધમધમી રહ્યા છે. જેથી, દરરોજ અનેક નશાખોરો દારૂ પીને આજુબાજુની સોસાયટીઓમાં જાહેરમાં ડમડમ થઈને ફરતા હોવાથી એ વિસ્તારની મહિલાઓની કફોડી હાલત થઈ જાય છે. દારૂડિયાઓના ત્રાસને કારણે મહિલાઓ ઘરની બહાર નીકળી શક્તી નથી. જેથી, થોડા દિવસો પહેલા મહિલાઓએ દારૂડિયાઓના ત્રાસ સામે જાહેરમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો. આથી, એસ.પી.એ સ્થાનિક પોલીસને દારૂડિયાઓ અને બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. પણ સ્થાનિક પોલીસને કાઈ પડી જ ન હોય તેમ હળવદમાં દારૂડિયાઓનો ત્રાસ યથાવત રહ્યો છે.

- text

જેમાં હળવદમા દારુડિયાએ ઘમાલ મચાવી છે અને હળવદમાં આવેલ જીઆઇડીસી વિસ્તાર, ઢોરા વિસ્તાર તેમજ જીન વિસ્તારમાં દારુડિયાએ નશામાં ચકચૂર બનીને બેભાન હાલતમા જોવા મળ્યો હતો. તેથી, હળવદ પોલીસનો સબસલામતનો દાવો પોકળ સાબિત થયો છે અને દારૂડિયાઓના ત્રાસથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. તેથી, પોલીસ નિષ્ઠાપૂર્વક દારૂબંધીનો કડક અમલ કરાવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.

- text