જાંબુડિયા પ્રાથમિક શાળામાંથી સી.સી.ટી.વી. કેમેરા ચોરાયાની ફરિયાદ

- text


મોરબી : મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સરકારી પ્રાથમિક શાળામાંથી સી.સી.ટી.વી. કેમેરા ચોરાયાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.

- text

જાંબુડિયા પ્રાથમિક શાળાના બિલ્ડીંગમાં મુખ્ય દિવાલ ઉપર લગાવેલ સી.સી.ટી.વી. કેમેરા હીકવીસીન કંપનીનો મોડલ નં. DS-2CE16DOT-VFIR3F કિ.રૂ. 6700 ને તા.૦૮/૧૧/૨૦૧૯ થી ૧૨/૧૧/૨૦૧૯ ના સવાર સાડા નવેક વાગ્યા દરમ્યાન કોઇ અજાણ્યો માણસ ચોરી કરી લઇ નાસી છૂટ્યો હતો. ગઈકાલે તા. 23 જાન્યુઆરીના રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નયનભાઇ હિમંતભાઇ ભોજાણી (ઉ.વ.૫૦, ધંધો- નોકરી, રહે. રવાપર જ્યોતિપાર્ક સોસાયટી, એસ.એમ.પી. ટાવર)એ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે ચોરને પકડવા તજવીજ હાથ ધરી છે.

- text