વાંકાનેર : પતંગની દોરીમાં ફસાયેલા કબૂતરને સિવિલ હોસ્પિટલના સ્ટાફે જીવતદાન આપ્યું

- text


વાંકાનેર : ઉત્તરાયણ પર્વ પૂરું થઈ ગયું છે છતાં ઘણી જગ્યાએ ઉતરાયણના દિવસે ચગાવેલી પતંગની કાતિલ દોરીઓ લટકી રહી છે. જેથી ગગન વિહાર કરતા પક્ષીઓ આ લટકતી દોરીથી ફસાઇ જાય છે. આવો જ એક બનાવ બહાર આવ્યો છે જેમાં વાંકાનેરમાં પતંગની દોરીમાં ફસાયા બાદ ઉડી ન શકતા એક કબૂતરને તાકીદે સિવિલ હોસ્પિટલના સ્ટાફે પતંગની દોરીમાંથી મુક્ત કરીને જીવતદાન આપ્યું હતું.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે એક કબુતરના ગળા પર અને પાંખમાં દોરો વીટાંઈ ગયેલ હાલતમાં મળી આવ્યું હતું આ કબૂતર ઉડી શકવાની હાલતમાં ન હોય દોરાથી છુટકારો મેળવવા માટે પ્રયત્નસીલ હાલતમાં હોસ્પિટલનો સ્ટાફ જોઈ જતાં તેને વાંકાનેર હોસ્પિટલના ડોક્ટર અને 108 ના સ્ટાફ દ્વારા દોરો દુર કરી અને કબૂતરને દોરાથી મુક્ત કરી ખુલ્લા ગગનમાં વિહરવા છોડી મૂકવામાં આવેલ છે. આમ વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં મનુષ્ય ઉપરાંત પક્ષીઓને પણ જીવતદાન મળ્યું છે.

- text