મોરબી જિલ્લા પંચાયત દ્વારા પ્રા.આ.કે. બગથળાને ડેન્ગ્યુ નાબુદી અર્થે ફોગિંગ મશિન અર્પણ

- text


મોરબી : આજ રોજ પ્રા.આ.કે. બગથળાને મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અમુભાઈ હૂંબલ અને બગથળા ગામના આગેવાન મગનભાઈ ઠોરિયા દ્વારા જિલ્લા પંચાયતની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી ડેન્ગ્યુ અટકાયતી પગલાં લઈ શકાય એ માટેનું ફોગિંગ મશિન પ્રા.આ.કે. બગથળાના મેડિકલ ઓફિસર ડો. હિરેન વાંસદડિયા સાહેબને અર્પણ કરેલ હતું. આ સાથે પ્રા.આ.કે. બગથળાની સમગ્ર ટિમ અને મેડિકલ ઓફિસરની કામગીરીની પ્રશંસા કરેલ હતી. તેમજ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નામ નેશનલ લેવલ પર ઝળહળે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે મેડિકલ ઓફિસર ડો. વાંસદડીયા દ્વારા અમુભાઈ હૂંબલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળાને અત્યાર સુધીમાં અનેક એવોર્ડ્સ મળેલા છે.

- text