મોરબીમાં મહિલાએ ઝેરી દવા પી લેતા સારવારમાં

- text


મોરબી : મોરબીમાં એક મહિલાએ ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની એ ડિવિઝન પૉલિસેથી મળતી વિગત પ્રમાણે રવાપર રોડ ઉપર સહયોગનગરમાં રહેતા દીપ્તિબેન વિજયભાઈ વિઠ્ઠલપરા ઉ.વ.35એ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે તપાસ આદરી હોવાનું જાણવા મળ્યું છે.

- text