થર્ટી ફર્સ્ટની રાત્રીએ મોરબી સિટીમાં 5 પીધેલા અને એક 84 બોટલ સાથે ઝડપાયો

- text


મોરબી : છેલ્લી ઘડી સુધી લડી લેવાના મૂડમાં રહેલા બુટલેગરોને કોઈ પણ સંજોગોમાં દબોચી લેવા માટે કટિબદ્ધ પોલીસે 31 ડિસેમ્બરે સખત વોચ રાખી મોરબી શહેરમાંથી એક બુટલેગરને દારૂનો જથ્થો સગેવગે કરે એ પહેલાં ઝડપી પાડ્યો છે. જ્યારે એ ડિવિઝન પોલીસના ચેકીંગમાં 5 લોકો પીધેલા ઝડપાયા હતા.

- text

પોલીસે ગત રાત્રીના શહેરના મચ્છી પીઠ વિસ્તારમાં આઝાદ લોજની સામેની શેરીમાંથી ઇકબાલ જુસબભાઈ કટીયા ઉં.વ.20ને પતરાના વંડામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 84 બોટલ કિંમત રૂ. 25200 સાથે ઝડપી પાડી આરોપીની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મોરબી એ ડીવિઝન પીઆઇ ચૌધરીના જણાવ્યા મુજબ પોલીસ ચેકીંગમાં ગત રાત્રીના 5 લોકો પીધેલા પણ ઝડપાયા હતા.

- text